Site icon Time News

વાડજ પોલીસની બેદરકારી? મેડિકલ ચેકઅપ કરાવી પરત લવાયેલો પોક્સોનો આરોપી ફરાર!

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો છે. વાડજ પોલીસે પોસ્કોના ગુનામાં સંડોવાયેલા ‘ભરત’ નામના આરોપીની ગત રાત્રે આશરે 11:30 વાગ્યે ધરપકડ કરી હતી. આરોપી ભાગ્યો ત્યારે તેની સાથે બે જ પોલીસકર્મીઓ હોવાની જાણકારી મળી રહી છે જેમને ચકમો આપી આરોપી નાસી છુટ્યો હતો. 

ધરપકડ કર્યા બાદ નિયમ મુજબ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ આરોપીને મેડિકલ કરાવીને પરત લાવી હતી, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આ ઘટના બની હતી. ગાડીમાંથી ઉતારતી વખતે તક મળતા જ આરોપી ભરત પોલીસની સમયસૂચકતા અને પકડમાંથી છૂટીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

શહેરમાં શોધવા પોલીસ તંત્ર દોડતું થયું

POCSO જેવા ગંભીર ગુનાનો આરોપી પોલીસ સ્ટેશનના ઉંબરેથી જ ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હાલમાં વાડજ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરભરમાં શોધવા માટે આદેશો આપવામાં આવ્યા છે.

પીઆઇએ શું કહ્યું ? 

આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI એચ. પી. ગરાસિયાએ જણાવ્યું કે, અમે ગઈકાલે ભરતભાઈ સુરેશભાઈ ડાભાણી નામના એક આરોપી સામે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેનું રાત્રે મેડિકલ કરાવ્યું હતું. આજે સવારે જ્યારે અમારા બે પોલીસ કર્મીઓ તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ સ્ટેશને લાવી ગાડીમાંથી ઉતારી રહ્યા હતા, ત્યારે તે ભાગી ગયો છે. ત્યારબાદ અમને તેનું એક લોકેશન મળ્યું હતું, જ્યાં અમે તેને શોધવા તપાસ કરવા ગયા હતા.

નવસારી શહેરમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ – https://www.instagram.com/reel/DYEzzTwNrp7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://સુવેન્દુ અધિકારી હશે બંગાળના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં જાહેરાત

Exit mobile version