Site icon Time News

PM નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં લેેશે ગુજરાતની મુલાકાત, બે દિવસ વિવિધ યોજનાનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવશે. મળતા અહેવાલ પ્રમાણે 24-25 ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. મળતા અહેવાલ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે, તે દરમિયાન રાજકીય બેઠકો યોજશે તેવી શક્યતાઓ છે. ગુજરાતની મુલાકાતના  પ્રથમ દિવસે વડનગરમાં પીએમ મોદી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. 

જે મુસાફરો માટે આધુનિક અને સુવિધાસભર મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે આ હબ વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહનને વધુ સરળ અને ઝડપી બનાવશે.ગુજરાત મુલાકાતના બીજા દિવસે  બેચરાજીની મુલાકાત લેવાના છે. મળતા અહેવાલ પ્રમાણે PM મોદી બેચરાજી ખાતે  મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટથી રોજગારીની તકોમાં વધારો થશે, અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે. 

Exit mobile version