Site icon Time News

PM નરેન્દ્ર મોદી 10-12 ફેબ્રુઆરીએ ફ્રાન્સની મુલાકાતે…

PM મોદી ફ્રાંસ મુલાકાતને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં PM મોદીની આગામી ત્રણ દિવસની ફ્રાન્સ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્ર, નાના મોડ્યુલર રિએક્ટર (SMR) અને વિમાન જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવશે. આ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ફ્રાન્સ-ભારત રોડમેપ અપનાવવાની યોજના છે. સૂત્રો મુજબ આ મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ-એમ ફાઇટર જેટના સોદાની જાહેરાત પણ થઈ શકે છે. પ્રધાનમંત્રી મોદી 10 ફેબ્રુઆરીની સાંજે પેરિસ પહોંચશે. ત્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે અને દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે.

સૂત્રો મુજબ PM મોદીની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને સાર્વભૌમત્વ સંબંધિત મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવશે. સંરક્ષણ સોદાઓમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ટેકનોલોજી ટ્રાન્સફર પર પણ ભાર મૂકવામાં આવશે.

Exit mobile version