Site icon Time News

Pahalgam terrorist attack: ‘દોષીઓને છોડાશે નહીં’, પહેલગામ આતંકી હુમલા પર PM મોદીનું સાઉદી અરેબિયામાંથી મોટું નિવેદન

જમ્મુ કાશ્મીરના અનંતગામ જિલ્લામાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયામાંથી મોટું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે “હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને કોઈ પણ સંજોગોમાં છોડાશે નહીં. તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં.આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

હાલમાં પીએમ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે અને તેમને પહેલગામ હુમલાની જેવી ખબર પડી કે તરત તેમણે અમિત શાહને ફોન કરીને તાબડતોબ જમ્મુ કાશ્મીર જવાનો નિર્દેશ આપ્યો હતો જે પછી શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના થયા હતા.

આ પણ વાંચો, અમરેલીનાં ગિરિયા રોડ પર પ્લેન ક્રેશ થવાની ઘટના, એકનું મોત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version