Site icon Time News

Vadodara: વડોદરામાં પીએમ મોદીનો રૉડ શૉ, મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટ્યા

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી આજે પહેલા વડોદરામાં આવ્યા છે. જેના કારણે વડોદરામાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિમીનો રોડ શો કરી રહ્યા છે. રોડ શોનો રૂટ ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. મહિલાઓ આ રોડ શોમાં માથે સિંદૂર ભરીને જોડાઈ રહી છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. વડોદરામાં અલગ અલગ 15 સ્ટેજ પર દેશભક્તિની થીમ જોવા મળી રહી છે, આ સાથે બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ, જેટની પ્રતિકૃતિ મુકાઈ છે તો મહિલાઓ સિંદૂરી રંગની સાડી પહેરી વડાપ્રધાનને આવકારશે. આ રોડ શોમાં 30 હજારથી વધુ મહિલાઓ સિંદૂરી રંગની સાડી પહેરીને આવી પહોંચી છે. 

ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાતમાં આવી પહોંચ્યા છે, પીએમ મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, વડોદરા એરપોર્ટ પરથી એરફોર્સ ગેટ સુધી પીએમ મોદીનો રોડ શો કરવામાં આવશે. હાલમાં દેશ ભક્તિના રંગમાં આખુ વડોદરા રંગાયું છે, પીએમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, રોડ શોના રૂટ પર તિરંગા લગાવવામાં આવ્યા છે, પીએમના રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરની ઝલક બતાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Veraval-Sabarmati Vande Bharat Express train: PM મોદી આજે વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version