
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો આપણા અર્થતંત્રમાં ઘણું યોગદાન આપે છે, તેમણે ભારતને અનેક ઉત્પાદનોનો ટોચનો ઉત્પાદક બનાવ્યું છે. ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં, કોઈપણ હાનિકારક નીતિ સ્વીકારશે નહીં.
કોઈપણ પ્રતિકૂળ નીતિથી ખેડૂતો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવા માટે મોદી દિવાલની જેમ ઉભા છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સંદર્ભમાં કહી હતી.
