Site icon Time News

PM MODI: ‘આપણો તિરંગો ઝુકવો ન જોઈએ…’ ભુજમાં PM મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેઓ દાહોદમાં સભા પૂર્ણ કર્યા બાદ ભુજ પહોંચ્યા છે. અહીં રોડ શો સહિત જાહેરસભાના કાર્યક્રમો છે. સાથો સાથ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યાં છે. જેના પગલે સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે.

PM મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર 1.5 કિલોમીટરનો રોડ શો યોજ્યો છે, જેમાં 10 હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને PMનું સ્વાગત કર્યું છે. રોડ શો કર્યા બાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

પ્રધાનમંત્રી ભુજ ખાતે 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. પાવર સેક્ટરના પ્રોજેક્ટ્સમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ઉત્પન્ન થતી રિન્યુએબલ પાવરને ખાલી કરવા માટેના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ, ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ, તાપી ખાતે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે. તેમાં કંડલા બંદરના પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના અનેક રોડ, પાણી અને સૌર પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

ભુજમાં PMએ કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી, તેમણે કહ્યું કે, ‘આપણો તિરંગો ઝુકવું ન જોઈએ…’ તેમણે કહ્યું કે, ‘પાણી માટે સદીઓથી કચ્છ તરસતું હતુ પરંતુ નર્મદા મૈયાની કૃપાથી મને નિમિત બનાવીને સુખી ધરતી પર પાણી પહોંચાડવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

આપણુ કચ્છ હરિત ઉર્જાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે.ગ્રીન હાઇડ્રોજન એક નવા પ્રકારનું ઇંધણ છે, આવનારા સમયમાં કાર-બસ-સ્ટ્રીટ લાઇટ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે.કંડલા દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક છે. આજે પણ અહીં ગ્રીન હાઇડ્રોજન કારખાનાનો શિલાન્યાસ થયો છે. આ કારખાનામાં જે ટેકનોલોજી લાગેલી છે તે પણ મેડ ઇન ઇન્ડિયા છે. આપણુ કચ્છ ભારતની સૌર ક્રાંતિના કેન્દ્રમાં છે. દુનિયાના સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટમાંથી એક અહીં મારા કચ્છમાં બની રહ્યો છે. એક જમાનો હતો  આપણે કચ્છનું વર્ણન કરીએ એટલે લોકો કહેતા કે આ તો રણ છે અહીં શું થાય એ વખતો હું કહેતો હતો આ રણ નહીં આ તો મારા ગુજરાતનું તોરણ છે.’

આ પણ વાંચો, PM MODI: ‘આતંકવાદીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે મોદી સાથે મુકાબલો કરવો આટલો મુશ્કેલ હશે’- દાહોદમાં PM મોદી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version