
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર સોમવારથી ત્રણ દિવસની ફ્રાંસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. AI સમિટ પછી PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સ CEO ફોરમને સંબોધિત કરશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર સોમવારથી ત્રણ દિવસની ફ્રાંસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. AI સમિટ પછી PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સ CEO ફોરમને સંબોધિત કરશે.
ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થશે. 12 ફેબ્રુઆરીએ બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં બલિદાન આપનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. બંને નેતાઓ સંયુક્ત રીતે માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે. PM મોદી ફ્રાન્સથી અમેરિકા જશે.
