
પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થયું છે. પીએમ મોદીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરીયા, સંગીતા પાટીલ, ગોવિંદ ધોળકીયા, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત અન્ય પદાધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.
વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આજે ફરી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આજે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ છે. સુરત, નવસારી અને સેલવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી મોદી સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ (ફેઝ-1)નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે રૂ. 2580 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કરશે. ત્યાર બાદ તેઓ સુરતનો પ્રવાસ કરશે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ સુરત ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવશે. સુરતનાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરશે અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે.
પ્રધાનમંત્રી મોદી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.
આ પણ વાંચો, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ શહેરને મળ્યું ISO 9001:2015 સર્ટિફિકેટ
