Site icon Time News

PM મોદીએ યુપીમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ ટિપ્પણી કરી, “મેં ફક્ત બટન દબાવ્યું છે; અહીં હાજર લોકોને જ તેનું ઉદ્ઘાટન કરવા દો.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આજે, તેમણે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મને મળ્યુ છે. મારા માટે ગર્વ અને પ્રસન્નતાનો અવસર છે. જે યુપીએ મને પોતાનો પ્રતિનિધિ પસંદ કર્યો, જેણે મને સાંસદ બનાવ્યો તેની ઓળખ સાથે આ ભવ્ય એરપોર્ટનું નામ પણ જોડાઇ ગયુ છે. નોઇડાનું એરપોર્ટ આગ્રા, મથુરા, અલીગઢ, ગાઝિયાબાદ, ઇટાવા, બુલંદશહેર, ફરિદાબાદ સહિતના ક્ષેત્રોને મોટો લાભ થવાનો છે. આ એરપોર્ટ પશ્ચિમ યુપીના ખેડૂતો, નાના અને લઘુ ઉદ્યોગો માટે અનેક નવા અવસર લઇને આવી રહ્યું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: દિલ્હી IGI એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરોનો આબાદ બચાવ

Exit mobile version