Site icon Time News

PM મોદીએ સાણંદમાં CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો, CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ શું છે? જાણો તમામ ડિટેલ્સ

ભારતના સેમિકન્ડક્ટર મિશનમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન કર્યા બાદ સીધા સાણંદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે CG સેમિના અત્યાધુનિક OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ) પ્લાન્ટમાં ચિપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો ગરિમાપૂર્ણ શુભારંભ કરાવ્યો છે. આ પ્રોજેક્ટથી ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર માર્કેટમાં એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવશે.

ભારત સરકારના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી હતી. ‘CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડ’ની સબસિડરી કંપની ‘CG સેમિ પ્રા. લિમિટેડ’ દ્વારા સાણંદમાં ₹7,600 કરોડના વિરાટ ખર્ચે આ અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ગ્લોબલ પ્રોજેક્ટમાં જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદાર (Joint Venture) છે. હાલ આ પ્લાન્ટમાં 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે, પરંતુ આગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5,000થી વધુ લોકોને આજીવિકા પૂરી પાડશે.

જ્યારે આ ફેસિલિટી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, ત્યારે તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 5 અબજ (5 Billion) સેમિકન્ડક્ટર ચિપ્સ સુધી પહોંચી જશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગના કારણે દુનિયાભરમાં મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સની માંગ ઝડપથી વધી રહી છે, જેને પૂરી કરવામાં આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે.

આ પ્લાન્ટમાં મુખ્યત્વે બે પ્રકારની ટેક્નોલોજી પર કામ થશે:

લિગેસી ચિપ્સ: QFN અને QFP જેવી પરંપરાગત ચિપ્સ.

આધુનિક ચિપ્સ: FC-BGA અને FC-CSP જેવી નેક્સ્ટ જનરેશન ચિપ્સ.

આ ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G કમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને પાવર એપ્લિકેશન ક્ષેત્રે કરવામાં આવશે. અહીં બનતી ચિપ્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ સપ્લાય કરવામાં આવશે.

સાણંદ બનશે ભારતનું નવું ‘સિલિકોન વેલી’

માઇક્રોન અને કેન્સ સેમિકોન બાદ CG સેમિની આ એન્ટ્રીથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળવાનો છે. ખાસ વાત એ છે કે CG સેમિ દ્વારા અત્યારે સાણંદમાં જ બીજા એક પ્લાન્ટનું નિર્માણ કાર્ય પણ પ્રગતિમાં છે. આ બંને સુવિધાઓ સંપૂર્ણ રીતે શરૂ થતાં જ સાણંદમાં દરરોજની 1.5 કરોડ ચિપ્સનું ઉત્પાદન શક્ય બનશે. જે રીતે તાઇવાનનું ‘સિંશું’ (Hsinchu) અને દક્ષિણ કોરિયાનું ‘ગ્યોંગી’ શહેર વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર માટે જાણીતા છે, તે જ તર્જ પર હવે સાણંદ ઓટોમોબાઈલ હબમાંથી દેશનું પ્રથમ ચિપ પેકેજિંગ ક્લસ્ટર બની ગયું છે.

સેમિકન્ડક્ટરમાં ગુજરાત દેશનું ‘પાવરહાઉસ’

દેશમાં સૌથી પહેલી સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રેસર છે. હાલમાં સેમિકોન ઇન્ડિયા હેઠળ ગુજરાતમાં કુલ 6 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ચૂકી છે, જેમાં:

આ તમામ 6 પ્રોજેક્ટ્સ મળીને ગુજરાતમાં કુલ 14.7 બિલિયન ડોલર (આશરે ₹1.22 લાખ કરોડથી વધુ) નું જંગી રોકાણ થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના વિઝન મુજબ, ભારત હવે માત્ર ચિપ વાપરનાર દેશ નહીં, પરંતુ ડિઝાઈન એન્જિનિયરથી લઈને મશીન ઉત્પાદન અને લોજિસ્ટિક્સ સુધીની આખી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ધરાવતો સ્વનિર્ભર દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

Exit mobile version