Site icon Time News

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’:સોમનાથમાં PM મોદી

સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃત મહોત્સવ 2026 નો અવસર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

75 વર્ષ પહેલાનું આ પુનનિર્મિત મંદિર બન્યું, ત્યારે ભારતે નવી ચેતના યાત્રા શરૂ કરી હતી. આજે એ જ યાત્રા વ્યાપક બની છે. તેને નવી ઊંચાઈ પર લઈ જવું છે. સંકલ્પોને પૂરા કરવા બાબા સોમનાથનો આર્શીવાદ હંમેશા સાથે રહે. તમામ દેશવાસીઓને, વિરાસતમા વિશ્વાસ કરનારા દરેક નાગરિકોને શુભેચ્છા. જય સોમનાથ. હર હર મહાદેવ.

આજે દેશના મંદિરના પુર્નનિમાણ થઈ રહ્યા છે. અયોધ્યામાં 500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તીર્થ, મઠ, મંદિરની મહિમા જે આપણી સાંભળી છે. ત્યા સમૃદ્ધ પરંપરાના દર્શન થવા લાગ્યા છે. આટલું દસ-બાર વર્ષની અંદર જ થયું છે. આપણી આસ્થા આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે. આપણી આસ્થા નદીઓમાં છે, વૃક્ષોમા છે, જંગલોમાં છે. પર્વતોમાં પણ પવિત્રતાનો ભાવ રાખીએ છીએ. દુનિયા પ્રાકૃતિક જીવનશૈલી તરફ ફરી રહી છે. આપણને આપણી શક્તિ તરફ વળવુ છે. એવું જીવન અપનાવીએ જેનાથી પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા થાય. સંકલ્પોને આસ્થા સાથે જોડીને જીવવું પડશે. નવી પેઢી આસ્થા, ઈતિહાસ અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાય છે, તો રાષ્ટ્રનુ આત્મબળ મજબૂત થાય છે.

દેશના રાજવીઓએ સોમનાથ મંદિરનું અનેક વખત નિર્માણ કરાવ્યું. વીર હમીરજી ગોહિલ અને વીર વેગડાજી ભીલ, અહલ્યા બાય, જામ સાહેબ દિગ્વિજયસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અનેક લોકોને હું નમન કરું છું. રાષ્ટ્રીય સ્વાભિમાન પર પણ આપણે રાજનીતિ થાય છે તે કમનસીબી છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મંદિરની પુનરનિર્માણ કર્યું ત્યારે નહેરુએ સાથ નહોતો આપ્યો. હું આજે આ મુદ્દે કાંઈ બોલવા નથી માંગતો. મને સોમનાથ દાદાના મંદિર ટ્રસ્ટમાં અધ્યક્ષ તરીકે કામ કરવાનો મોકો મળ્યો.

અટલ બિહારી બાજપાયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદ કર્યા. ચંદ્ર પર જ્યાં આપણું રોબોટ ઉતર્યું તે જગ્યાને પણ આપણે શિવ-શક્તિ નામ આપ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગ પણ ચંદ્ર સાથે જોડાયેલું છે. જ્યારે હું ગત વખતે આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, જેના નામમાં સોમ અર્થાત અમૃત જોડાયેલું હોય, તેને કોણ નષ્ટ કરી શકે. તેણે અનેક આક્રમણો સહન કર્યા. અનેક લૂંટારું આવ્યા. સોમનાથનો વૈભવ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. વારંવાર ઢાંચો તોડાયો, વારંવાર મદિર ઉઠ્યું. તોડનારાને ખબર ન હતી કે, આપણા રાષ્ટ્રનું વૈચારિક સામ્યર્થ શું છે. તેની અંદર બેસેલી આત્મા અવિનાશી છે. અલગ અલગ રૂપમાં શિવ પ્રકટ થયા રહ્યાં.

આજનો દિવસ વધુ એક કારણથી વિશેષ છે. 11 મે, 1998 ના રોજ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આજના દિવસે પહેલા ત્રણ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતના સામ્યર્થને, ક્ષમતાને દુનિયાની સામે રાખ્યા. દુનિયામાં હલચલ મચી ગઈ હતી. ભારતના વૈજ્ઞાનિકોએ પરમાણુ પરીક્ષણ કરતા સમગ્ર દુનિયા જોતી રહી હતી. દુનિયાભરની મોટી મોટી શક્તિઓએ આક્રમણ કરી દીધું હતું. 11 મે પછી 13 મેના આપણા વૈજ્ઞાનિકોએ વધુ બે પરીક્ષણ કર્યા હતા. અટલજીના નેૃત્ત્વએ બતાવ્યું કે, દુનિયાની કોઈ તાકાત ભારતને ઝુકાવી શક્તી નથી. દબાણમાં લાવી શક્તી નથી. દેશે પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યુ. શિવની સાથે શક્તિની આરાધના આપણી પરંપરા રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, હું અનેકવાર અહી આવ્યો છું. અનેકવાર નતમસ્તક થયો છે. આજે સમયની આ યાત્રા સુખદ અનુભૂતિ આપે છે. હાલ સ્વાભિમાન પર્વ ઉજવ્યું. 75 વર્ષ પેહલા આજના દિવસે સોમનાથ મંદિરની પુનસ્થાપના કોઈ સાધારણ અવસર ન હતું. 1947 માં ભારત આઝાદ થયું હતું. તો 1951 માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. આજે આ અવસર પર હું માત્ર 75 વર્ષોની ઝાંખી નથી જોઈ રહ્યો. અસત્ય પર સત્યના વિજયને જોઈ રહ્યો છું. જને પ્રભાસપાટણે વારંવાર જીવ્યું છે. હજારો વર્ષોની આધ્યાત્મિક ચેતનાને જોઉ છું.

Exit mobile version