
વનડે વર્લ્ડ કપની શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે શરૂ કરવાનું આઇસીસી વિચારી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ પહેલા 8 ઓક્ટોબરથી શરૂ થવાની હતી. ફાઇનલ 21 નવેમ્બરે યોજાવાની ધારણા છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકા સાથેના ઊંડા જોડાણને જોતાં આ શરૂઆત એક ખાસ સંદેશ આપી શકે છે.
વન ડે વર્લ્ડ કપ 2027 એક ખાસ તારીખે શરૂ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આવતા વર્ષે 2 ઓક્ટોબર 2027 ગાંધી જયંતિના રોજ આફ્રિકામાં આ મુખ્ય ટુર્નામેન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. જોકે આઇસીસીએ હજુ સુધી ટુર્નામેન્ટની શરૂઆતની તારીખ અંગે ઔપચારિક જાહેરાત કરી નથી.
મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા આયોજિત આ વર્લ્ડ કપ શરૂ કરવાની યોજનાને પણ એક ખાસ સંદેશ તરીકે જોવામાં આવે છે. ગાંધીજીએ સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસાનો સંદેશ પહોચાડ્યો હતો અને દક્ષિણ આફ્રિકા સાથે પણ તેમનો ઊંડો સંબંધ છે.
જો આઇસીસીની યોજના લાગુ કરવામાં આવે તો 2027 વર્લ્ડ કપ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિથી શરૂ થશે. ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતમાં તેમને રાષ્ટ્રપિતા તરીકે સમ્માન આપવામાં આવે છે. ગાંધીજીનો દક્ષિણ આફ્રિકા સાથે પણ લાંબો સંબંધ હતો, તેમણે તેમના જીવનના લગભગ 21 વર્ષ ત્યાં વિતાવ્યા હતા. તેથી દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ ગાંધી જયંતિ પર શરૂ કરવો એ એક પ્રતીકાત્મક પગલું માનવામાં આવે છે.
પ્રારંભિક યોજનામાં 2027 વન ડે વર્લ્ડ કપ 8 ઓક્ટોબ, 2027 ના રોજ શરૂ થવાનો હતો. 1 થી 7 ઓક્ટોબર દરમિયાન ટુર્નામેન્ટ પહેલા વોર્મ-અપ મેચો યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે હવે સમયપત્રકમાં ફેરફારની સંભાવના છે. નવી યોજના હેઠળ મુખ્ય ટુર્નામેન્ટ 2 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે, જેમાં વોર્મ-અપ મેચો તે પહેલાં ટૂંકા ગાળામાં યોજાશે. વર્લ્ડ કપ ફાઇનલ હાલમાં 21 નવેમ્બર, 2027 ના રોજ યોજાવાની ધારણા છે. જો સમયપત્રક આજ રહેશે તો 14 ટીમોની ટુર્નામેન્ટ લગભગ 50 દિવસ ચાલશે.
