Site icon Time News

Ahmedabad plane crash: 58,000 લિટર પેટ્રોલથી ભરેલું વિમાન ક્રેશ, 242 લોકોને લઈને જતા પ્લેનનો 5 KM સુધી સંભળાયો ધડાકો

અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. ત્યારે પ્લેનમાં સવાર લોકોની યાદી પણ સામે આવી છે. પ્રારંભિક તપાસમાં વિમાન ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું છે.ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ થયાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો.

વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી 1:17 વાગ્યે લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક ક્રેશ થયું હતું.

એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 1.5 કિલોમીટર છે. અકસ્માત પછી તરત જ, 7 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. વિમાન ક્રેશના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં અકસ્માત સ્થળ પરથી આકાશમાં ધુમાડાના કાળા વાદળો ઉડતા જોવા મળી રહ્યા છે. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

અધિકારીઓએ હજુ સુધી અકસ્માતનું કારણ પુષ્ટિ આપી નથી. મેઘાણીનગર વિસ્તાર નજીક ધારપુરથી ભારે ધુમાડો દેખાઈ રહ્યો છે. BSF અને NDRF ટીમોને અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હોવાનું કહેવાય છે, જે 11 વર્ષ જૂનું હતું.

આ પણ વાંચો, Ahmedabad plane crash: 2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL








Exit mobile version