Site icon Time News

પિયુષ પટેલ બન્યા ACBના નવા ડાયરેક્ટર, ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી નિમણૂક

એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને નવા ડાયરેક્ટર મળ્યા છે. IPS  પિયુષ પટેલને ACBના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. 1998 બેચના IPS પિયુષ પટેલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં IG તરીકે ફરજ બજાવતા હતા તેમને તાત્કાલિક ગુજરાત કેડરમાં પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

28 નવેમ્બર 1971ના રોજ જન્મેલા પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે. અત્યાર સુધી તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સુરત રેન્જ આઈજીની જવાબદારી નિભાવી રહ્યા હતા. પીયૂષ પટેલ હાલ કેન્દ્ર સરકારમાં બીએસએફમાં છે જ્યાંથી હવે ગુજરાત કેડરમાં પરત આવી રહ્યા છે. અગાઉ તેઓ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યારપછી તેઓ ડીઆઈજી તરીકે બીએસએફમાં જોડાયા હતા. આ પછી તે 2016 સુધી BSFમાં રહ્યા. પીયૂષ પટેલને પ્રમોશન મળ્યું હતું અને તેમને એડીજીપીના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. પીયૂષ પટેલ ઓક્ટોબર 2022માં સુરતના રેન્જ આઈજી બન્યા હતા. આ પહેલા તેઓ ગાંધીનગર (આર્મ્ડ યુનિટ)ના આઈજી હતા.

Exit mobile version