Site icon Time News

Stock market: શેરબજારમાં હાહાકાર વચ્ચે સરકારે કોને ચેતવ્યા? કેન્દ્રીય મંત્રીએ કહ્યું- આવા લોકોને અલગ રાખવાની જરૂર

શનિવારે મુંબઈમાં AMFI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એ લોકોની ઓળખાણ કરવા કહ્યું છે જે લોકો નાના રોકાણકારોને ખોટી સલાહ આપે છે. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું કે તેમણે કહ્યું કે 50 શેરના બેન્ચમાર્ક નિફ્ટીનું મૂલ્યાંકન વ્યાજબી અને સંતુલિત છે. ગયા અઠવાડિયે શેરબજારોમાં ભારે વેચવાલી બાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે ભારતીય બજારોમાં વધુ સુધારો થઈ શકે છે. જેના કારણે સ્થાનિક શેરબજારમાં વધુ ઘટાડો થઈ શકે છે.

બજારની પરિસ્થિતિ જોતાં તેમણે કહ્યું કે 19 નો PE રેશિયો નિફ્ટીનું મૂલ્યાંકન સારું અને વાજબી બનાવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સંસ્થા AMFI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ગોયલે કહ્યું કે કેટલાક નિફ્ટી શેરોમાં થોડો સુધારો થઈ શકે છે પરંતુ એકંદરે નિફ્ટી હજુ પણ સારા મૂલ્યાંકનને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે “સૌથી ઝડપથી વિકસતા વિકાસશીલ દેશ માટે 19 ના PE રેશિયો પર વર્તમાન મૂલ્યાંકન વાજબી છે” જોકે અહીં હજુ પણ કેટલાક નાના સુધારા થઈ શકે છે.ગોયલે કહ્યું કે બજારમાં હાલનો ઘટાડો એ લોકો માટે ચેતવણી છે જેમણે નાના રોકાણકારોને યોગ્ય સલાહ આપી નથી. તેમણે એમ્ફીને આવા લોકોને અલગ રાખવાની સલાહ આપી. તેમણે એમ પણ સૂચન કર્યું કે મ્યુચ્યુઅલ ફંડોએ તેમની જવાબદારી અને પ્રતિબદ્ધતા છોડવી જોઈએ નહીં.

આ પણ વાંચો, PM Modi in Gujarat: વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન: જાણો શું છે આગળના કાર્યક્રમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version