Site icon Time News

New prices of petrol and diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો કયા-કયા શહેરોમાં છે કેટલી કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોથી ટૂંક સમયમાં રાહત મળશે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આજે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70 પર સ્થિર રહ્યા છે. અમેરિકન ક્રૂડ ઓઇલની કિંમત $66 પ્રતિ બેરલ પર સ્થિર રહે છે. ગલ્ફ દેશો અને અમેરિકાથી આવી રહેલા સમાચારોની અસર આગામી દિવસોમાં ભારતીય તેલના ભાવ પર જોવા મળી શકે છે.

ઓક્ટોબર પછી આ પહેલી વાર છે જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70 થી નીચે આવી ગયા છે. જ્યારે તેલના ભાવમાં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી બજારમાં નબળી માંગને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસ અનુસાર, કાચા તેલના ભાવમાં ઘટાડાથી ભારતીય તેલ કંપનીઓને ઘણો ફાયદો થવાનો છે. તેલ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કર્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડશે.

આજે આંદામાન નિકોબારમાં પેટ્રોલ 82.46 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 78.05 રૂપિયા, આંધ્રપ્રદેશમાં પેટ્રોલ 109.35 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 97.21 રૂપિયા, અરુણાચલ પ્રદેશમાં પેટ્રોલ 92.33 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 81.86 રૂપિયા, આસામમાં પેટ્રોલ 98.97 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 90.19 રૂપિયા, બિહારમાં પેટ્રોલ 106.22 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 93.02 રૂપિયા, ચંદીગઢમાં પેટ્રોલ 94.30 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 82.45 રૂપિયા, છત્તીસગઢમાં પેટ્રોલ 101.31 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 94.25 રૂપિયા, દાદરા અને નગર હવેલીમાં પેટ્રોલ 92.56 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 88.50 રૂપિયા, દમણ અને દીવમાં પેટ્રોલ 92.89 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 88.38 રૂપિયા, દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા પ્રતિ લિટર-ડીઝલ 87.67 રૂપિયા છે.

આ પણ વાંચો. વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version