Site icon Time News

પેટ્રોલ ડિઝલની કિંમતમાં છેલ્લા નવ દિવસમાં ત્રીજી વખત વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 87 પૈસા થયું મોંઘુ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘુ થઈને ₹99.51 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તેના ભાવ ₹92.49 પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું.

ઈંધણની કિંમતોમાં 9 દિવસમાં આ ત્રીજો વધારો છે. 4 દિવસ પહેલા 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.

આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.

ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.

સરકારના મતે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે ખોટમાં ચાલી રહી હતી.

પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્મા અનુસાર, કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને આશરે ₹30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?

Exit mobile version