Site icon Time News

 Asia Cup: એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો શું કરાઈ માંગ?

એશિયા કપ T-20માં 14 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે. ઉર્વશી જૈન, શ્રેયા રોય, આયુષી દ્વિવેદી અને જાહ્નવી તોમર નામની LLBની વિદ્યાર્થીનીઓએ આ અરજી દાખલ કરી છે. અરજદારોએ પહલગામ આતંકવાદી હુમલા સહિત અન્ય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને પાકિસ્તાન સાથેની મેચને રાષ્ટ્રીય લાગણીઓની મજાક ગણાવી છે.

અરજીમાં શું કહેવામાં આવ્યું છે?

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મેચ “રાષ્ટ્રીય હિતો અને સશસ્ત્ર દળોના મનોબળને નુકસાન પહોંચાડશે. 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. ફેબ્રુઆરી અને મે 2025ની વચ્ચે પાકિસ્તાની સેનાએ ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આવી સ્થિતિમાં આ મેચ ખોટો સંદેશ આપે છે કે ભારત એવા દેશ સાથે ક્રિકેટ રમી રહ્યું છે જે આતંકવાદીઓને શરણ આપે છે.

રાષ્ટ્રીય ગૌરવ અને સુરક્ષા પૈસા કમાવવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે – અરજદાર

અરજદારોએ એમ પણ કહ્યું છે કે પૈસા કમાવવા કરતાં રાષ્ટ્રીય ગૌરવ અને સુરક્ષા વધુ મહત્વપૂર્ણ છે. તેમણે માંગ કરી છે કે કોર્ટ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને રોકવાનો આદેશ આપે. ઉપરાંત, યુવા બાબતો અને રમત મંત્રાલયને રાષ્ટ્રીય રમત શાસન અધિનિયમ, 2025 લાગુ કરવા માટે નિર્દેશ આપે. આ કાયદા હેઠળ ક્રિકેટને રાષ્ટ્રીય રમત મહાસંઘના કાર્યક્ષેત્ર હેઠળ લાવવું જોઈએ.

ભારત સરકારે ગયા મહિને એક નિવેદન બહાર પાડીને પુષ્ટી કરી હતી કે દેશના ખેલાડીઓ પાકિસ્તાનમાં યોજાનારી દ્વિપક્ષીય રમતગમતની ઘટનાઓમાં ભાગ લેશે નહીં અને અમે પાકિસ્તાની ટીમોને ભારતમાં રમવાની મંજૂરી આપીશું નહીં. જોકે, તેઓ આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય ઇવેન્ટ્સમાં એકબીજા સામે રમી શકે છે, જેનાથી ICC અને એશિયન ટુર્નામેન્ટમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનો માર્ગ મોકળો થશે.

આ પણ વાંચો. રાજ્યમાં ફરી આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version