
પહેલગામ હુમલાના જવાબમાં Operation Sindoor બાદ પાકિસ્તાન ડરી ગયું છે અને ભારત પર સતત મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાનના હુમલાનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને લઇને વિદેશ મંત્રાલય પત્રકાર પરિષદ કરી રહ્યું છે.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, 8-9 મેની રાત્રે પાકિસ્તાને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી હુમલો કર્યો હતો.આટલા મોટા ડ્રોન હુમલાનો અર્થ આ હતો કે તે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાત કેટલી છે તે જાણવા માંગતા હતા. આ ડ્રોન તુર્કિએના હતા. ભારતે મોટાભાગના ડ્રોન હુમલાને નિષ્ફળ કરી નાખ્યો હતો. પાકિસ્તાને 36 જગ્યા પર 400થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, “પ્રાથમિક તપાસમાં ખબર પડી કે પાકિસ્તાને જે ડ્રોનનો ઉપયોગ કર્યો તે તુર્કિએના હતા. ભટિંડાના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું, UAVથી પ્રયાસ કરવામાં આવ્યો જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.પાકિસ્તાની સેનાને પણ મોટું નુકસાન થયું હતું.”
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને LoC પર ભારે ગોળીબાર કર્યો છે. ઘૂસણખોરીનો પ્રયાસ પણ થયો હતો. તંગધાર, ઉરી અને ઉદ્યમપુરમાં ભારે ફાયરિંગ થયું છે. પાકિસ્તાનના ફાયરિંગથી નુકસાન થયું છે.”
