Site icon Time News

કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા શ્રીમતી નંદિનીબેન પંડ્યાનાં અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવન્સ કૉલેજમાં “નારી પ્રતિભા સન્માન” કાર્યક્રમ રાખવામા આવ્યો

આજરોજ કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા શ્રીમતી નંદિનીબેન પંડ્યાનાં અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તેભવન્સ કૉલેજમાં અલગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય તેવી મહિલાઓ માટે “નારી પ્રતિભા સન્માન” કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

જેમાં શહેરી અને વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, વડોદરા ના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મોરચા પ્રભારી સંગઠન ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ, ઠક્કરબાપા વિધાનસભાના મહિલા ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા તેમજ મહિલા કોર્પોરેટરશ્રી ઓ અને કાર્યકર્તા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


જેમાં પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે રાજકારણમાં મહિલાઓને મહત્વ આપતા આગળ વધવા સૂચવ્યું હતું

અને મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ પણ સમાજમાં અને કુટુંબમાં મહિલાઓની અલગ અલગ ભૂમિકાઓની અગત્યતા પર ભાર મૂક્યો હતો.


આશરે 550 મહિલા શક્તિ ઉપસ્થિત રહ્યા હતા.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ

Exit mobile version