
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઓલ પાર્ટી મીટિંગ દરમિયાન કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલી રહ્યું છે. આ કારણે તેની સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ જાણકારી શેર કરી શકાય તેમ નથી. મીટિંગ દરમિયાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે Operation Sindoorમાં 100 આતંકી ઠાર મારવામાં આવ્યા છે. આ મીટિંગ એવા સમયે થઇ છે જ્યારે Operation Sindoor બાદ પાકિસ્તાને બદલો લેવાની વાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે અમે ચુપ નહીં બેસીયે અને ભારતે તેની કિંમત ચુકવવી પડશે.
ડોભાલે પીએમ મોદીને સરહદ સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને ઓપરેશન સિંદૂરની વ્યૂહાત્મક સફળતા વિશે વિગતવાર માહિતી આપી. આ ઉપરાંત અજિત ડોભાલે પીએમ મોદી સાથે પાકિસ્તાન તરફથી સંભવિત પ્રતિક્રિયાઓ અને તેનો સામનો કરવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ પર પણ ચર્ચા કરી.
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’.
આ પણ વાંચો, Operation Sindoor: ઓપરેશન સિંદૂર પર સર્વપક્ષીય બેઠક શરૂ, રાહુલ ગાંધી- ખડગેને સમગ્ર ઓપરેશનની અપાઈ માહિતી
