Site icon Time News

Jagannath Rath Yatra: જગન્નાથની રથયાત્રાના હવે ગણતરીના જ દિવસો બાકી, અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ

અષાઢી બીજને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ દિવસે અમદાવાદમાં વર્ષોથી ભગવાન જગન્નાથની નગરયાત્રા નીકળે છે. અમદાવાદની રથયાત્રા તેની ભવ્યતા અને મહિમા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આખું વર્ષ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળશે.

ગણતરીના દિવસોમાં જ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. ત્યારે આને લઈને શહેરભરમાં તૈયારીઓ જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીની રથયાત્રા પહેલા મંદિરમાં સફાઈથી લઈ શણગાર સુધીની તમામ તૈયારી શરૂ થઈ ચૂકી છે.સામાન્ય રીતે અમદાવાદમાં મહિના અગાઉથી જ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. જેમ જેમ રથયાત્રાની તારીખ નજીક આવે તેમ શ્રદ્ધા અને ઉત્સાહની ગરમાહટ વધતી જાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથોને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. રથોની સાફ સફાઈથી લઈને પેઇન્ટિંગ સુધી દરેક સ્ટેજ પર સમર્પિત ટીમ કાર્યરત હોય છે.

નવનિર્મિત રથનું બીજું વર્ષ છે ત્યારે રથોને સ્પ્રેકલરથી રંગરોગાન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. રથયાત્રા દરમ્યાન રથમાં કોઈ ખામી ન સર્જાય તે માટે જરૂરી સમારકામ પણ હાથ ધરવામાં આવશે. જેના કારણે રથયાત્રા કોઈ પણ વિઘ્ન વિના શાંતિપૂર્ણ રીતે પસાર થઈ શકે.

આ પણ વાંચો, http://Union Cabinet meeting: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે લીધા આ 5 મોટા નિર્ણય, જાણો કોને, કેટલો લાભ?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version