Site icon Time News

‘ઓનલાઇન ગેમિંગ બિલ’ રાજ્યસભામાં પસાર થયું, હવે દંડનીય ગુનો ગણાશે

હવે દેશમાં ઓનલાઇન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભા બાદ હવે આજે (21 ઓગસ્ટ) રાજ્યસભામાં પણ ઓનલાઇન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું કહેવાય છે કે, આ બિલને મંજૂરી મળ્યા પછી સરકાર ઓનલાઇન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. ગૃહમાં ભારે હોબાળા વચ્ચે ઓનલાઇન ગેમિંગ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને મંજૂરી મળી ગઈ છે. વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે લોકસભામાં ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને રેગુલેશન બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘ગત 11 વર્ષમાં ડિજિટલ ટેક્નોલોજી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. નવી ટેક્નોલોજી વિકસિત થઈ છે અને તેના કારણે દેશની એક નવી ઓળખ પણ બની છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આગળ વધી રહ્યા છે. ટેક્નોલોજીના અનેક લાભ છે, પરંતુ તેનું એક સેક્ટર એવું છે ઓનલાઇન ગેમિંગ, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સેક્ટર બન્યું છે.ગેમિંગ સેક્ટરમાં ત્રણ સેગમેન્ટ છે.

પહેલું સેગમેન્ટ છે ઇ-સ્પોર્ટ્સનું સેગમેન્ટ, જેમાં સ્ટ્રેટેજિક થિંકિંગ વધે છે અને વ્યક્તિ ટીમમાં કોઓર્ડિનેશન કરવાનું શીખે છે. બીજું સેગમેન્ટ છે ઓનલાઇન સોશિયલ ગેમ્સ. આપણે સૌએ ચેસ, સોલિટેયર, સુડોકૂ જોઈ છે.આ એજ્યુકેશન, મેમોરી વધારવા માટે પણ ઉપયોગી છે. ત્રીજુ સેગમેન્ટ એવું છે, ઓનલાઇન મની ગેમ્સ, જે આજે સમાજમાં મોટી ચિંતાનો વિષય બન્યું છે. અનેક એવા પરિવારો છે, અનેક એવા વ્યક્તિઓ છે, જેમણે ઓનલાઇન મની ગેમ્સના કારણે એક એડિક્શન થઈ જાય છે. જીવનભરની કમાણી અને બચત ગેમમાં ઉડાવી દેવામાં આવે છે. ફ્રોડ અને ચીટિંગ, અલ્ગોરિધમ્સ એવા હોય છે કે ખબર જ ન પડે કે કોણ કોની સાથે રમત રમી રહ્યું છે. અલ્ગોરિધમ્સ ઓપેક… અલ્ગોરિધમ્સ હોય છે, હાર નક્કી થઈ જાય છે. અનેક પરિવાર નષ્ટ થયા, એક્સટ્રીમ કેસેજ થયા, સુસાઈડ પણ થયા.

Exit mobile version