Site icon Time News

Ahmedabad: અમદાવાદમાં રાત્રે સૂતી વખતે અજાણ્યા શખ્સો દ્વારા જ્વલનશીલ પદાર્થ ફેંકાતા એકનું મોત, બે ઘાયલ

Oplus_131072

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ શરીર પર નખાતા એક યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત પામ્યા છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઝેરી કેમિકલ જેવો કોઈક પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં રાજસ્થાનના વતની શ્રવણ ગઢવીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

રાત્રીના સમયે આ ત્રણેય રૂમમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્વલનશીલ પદાર્થ રૂમમાં સૂતા 3 યુવકો પર નાખી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. મૃતક શ્રવણ ગઢવી એસી રિપેરિંગનું કામ કરતો હતો. હુમલાને મામલે ઓઢવ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો, PM Modi had a lion darshan: સાસણ ગીરમાં લાયન સફારી પાર્કમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version