
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે.. પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. પાવાગઢમાં વહેલી સવારથી માતાજીના દર્શન માટે યાત્રાળુઓની ભીડ ઉમટી છે..
નવરાત્રિના પ્રથમ દિવસે રવિવારની રજા આવી હોવાથી ભક્તોની ભીડ વધારે જોવા મળી રહી છે. 1 લાખ કરતા વધુ ભક્તોએ મા મહાકાળીના દર્શન કર્યા છે.
યાત્રાધામ બહુચરાજીમાં પણ ભક્તોની ભીડ ઉભરાઇ છે.. અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. ભક્તોએ બહુચર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ચોટીલામાં પણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને મા ચામુંડાના દર્શન માટે મોટી લાઇન જોવા મળી હતી.
આ પણ વાંચો, રાજ્યમાં બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
