Site icon Time News

ગુજરાત પોલીસ વિભાગમાં સીધી ભરતીની સત્તાવાર જાહેરાત, ઓનલાઈન અરજીઓ જાણો ક્યારથી થશે શરૂ

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો

•પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યાઓ

•બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659

•હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129

•જેલર ગ્રુપ 2- 70

લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યાઓ

•બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

•હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

•હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

•જેલ સિપાહી (પુરુષ): 300

•જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

અરજી કેવી રીતે કરવી?

•અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.inની મુલાકાત લેવી.

•અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.

Exit mobile version