
અમદાવાદ શહેરમાં વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એસ. જી. હાઈવે પર મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલતા ડાઇવર્ઝન અને ટ્રાફિક જામથી પરેશાન થયેલા વાહનચાલકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. કારણ કે ટૂંક સમયમાં ડાઇવર્ઝન બંધ થઈને નવો એલિવેટેડ ઓવરબ્રિજ શરૂ થવાનો છે.
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક એવા એસ. જી. હાઈવે પર ચાલતા ટ્રાફિકના ભારને ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે. શહેરવાસીઓ માટે રાહતરૂપ સમાચાર એ છે કે હાલમાં ચાલુ ડાઇવર્ઝન ટૂંક સમયમાં બંધ થવાનું છે અને નવા એલિવેટેડ ઓવરબ્રિજના શરૂ થવાથી ટ્રાફિકની સમસ્યામાં મોટો ફેરફાર જોવા મળશે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન લાંબા ટ્રાફિક જામથી કંટાળેલા વાહનચાલકો માટે આ નિર્ણય મોટી રાહત લાવશે.
મળતી માહિતી મુજબ 1 જૂનથી YMCA થી કર્ણાવતી સુધીનો હાલનો ડાઇવર્ઝન બંધ કરવામાં આવશે. હાલ બ્રિજના બાંધકામને કારણે આશરે 1.5 કિલોમીટરનો ડાઇવર્ઝન આપવામાં આવ્યો છે. જેના કારણે રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને 20 થી 30 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. આ સ્થિતિને કારણે લોકોના સમયનો બગાડ થવા ઉપરાંત પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ વધી રહ્યો છે. ડાઇવર્ઝન બંધ થતાં જ વાહન વ્યવહાર ફરીથી સરળ બનવાની શક્યતા છે અને મુસાફરી વધુ સુગમ બનશે.
આ પ્રોજેક્ટનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે 1 જુલાઈથી 4 કિલોમીટર લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઓવરબ્રિજ શરૂ થતાં એસ. જી. હાઈવે પરના ટ્રાફિકનો ભાર નોંધપાત્ર રીતે ઘટશે. બ્રિજ પર વાહનો સરળતાથી પસાર થઈ શકશે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થશે. શહેરના વિકાસ સાથે વધતી વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની સુવિધા અત્યંત જરૂરી બની ગઈ હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં માત્ર સમય બચત નહીં. પરંતુ ઇંધણ બચત અને પ્રદૂષણ ઘટાડામાં પણ મદદ મળશે. જે શહેર માટે એક સકારાત્મક પગલું સાબિત થશે.
દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં આજે 5 મે વહેલી સવારથી વાતાવરણમાં પલટો – https://www.instagram.com/reel/DX8w3Z8uT-S/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા યુવકોમાંથી 2 યુવકોનું ડૂબતા મોત
