Site icon Time News

હવે સરકારને જાણ કર્યા વગર ગુજરાતમાં લિવ ઈનમાં નહિ રહી શકો! લગ્ન અને ડિવોર્સના પણ નવા નિયમ આવશે

ગુજરાત સમાન નાગરિક સંહિતા 24 માર્ચે ગૃહમાં રજૂ થશે. ત્યારે યુસીસીની સમિતિ દ્વારા રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાયો છે. જેમાં ગુજરાતમાં લગ્નની વિધિ અને લગ્નના કરારના નવા નિયમો આવશે. જેમાં લિવ ઈન રિલેશનશીપ અને છુટાછેડાના નિયમો બનાવવામાં આવશે. તેમજ વસિયતમાં વારસ હક મામલે પણ નિયમો બનાવાયા છે. વિધાનસભામાં તમામ નિયમો પર વિસ્તૃત ચર્ચા થશે. ચર્ચા બાદ નિયમો લાગુ કરવામાં આવશે. વિસ્તૃત નિયમો સાથે ગુજરાત સમાન નાગરિક સંહિતાની વિગતો જાહેર જાહેર કરવામાં આવી છે. 209 પાનામાં તમામ નિયમો જાહેર થયા છે. 

209 પાનાના રિપોર્ટમાં કઈ કઈ લગ્ન નોંધણી, લિવ ઈન રિલેશનશીપ અને છુટાછેડાને લઈને કયા કયા નિયમો રજૂ કરવામાં આવ્યા છે તે જોઈએ. લગ્ન સમયે લગ્ન કરનાર બંનેમાંથી કોઈના જીવનસાથી જીવિત ન હોવા જોઈએ

લગ્ન સમયે એક વ્યક્તિની માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ

પૂરૂષ 21 વર્ષ અને મહિલા 18 વર્ષની ઉંમર હોવી જોઈએ

બંનેમાંથી એક વ્યક્તિ ધાર્મિક રીત રિવાજ મુજબ લગ્ન થવા જરૂરી

લગ્ન અને છૂટાછેડાની નોંધણી

સમાન નાગરિકા સંહિતા અમલ પછી છુટાછેડા ની નોંધણી નીયમોનુસાર કરવાની રહેશે

લગ્નની નોંધણી કરાવવી જરૂરી રહેશે 

લગ્ન સમયે ઓછામાં ઓછો એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોવો જોઈએ

છુટાછેડા માટે શું હશે

વસિયતમાં વારસા હક બાબતના વિસ્તૃત નિયમો

લિવ ઈન રિલેશનશીપ અંગે શું નિયમો હશે

આમ, સમાન નાગરિક સંહિતા હેઠળ લગ્ન, છૂટાછેડા, લિવ ઈન રિલેશનશીપ, વારસાહક, દત્તક બાબતો તથા દિવાની બાબતો અંગે વિસ્તૃત નોંધણીની સવિસ્તાર માહિતી અને નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણનો રિપોર્ટ સરકાર પાસે આવી ગયો છે. આ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ ગઈકાલે સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ તૈયાર કર્યો છે. તમામ પાસાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરાયા બાદ તેમાં અનેક મહત્વના મુદ્દા રજૂ કરાયા છે. આ માટે અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવાયા હતા. જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે સમિતિએ અહેવાલ તૈયાર કર્યો. જે ગતરોજ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  ઈન્દોર બાદ દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડ, 5 માળની બિલ્ડિંગમાં આગ લાગતાં બાળકો સહિત 7ના મોત

Exit mobile version