Site icon Time News

 કચ્છ નહીં, હવે ગુજરાતના આ શહેરમાં આવ્યો ભૂકંપનો આંચકો, 3.7ની તીવ્રતાના ઝટકાથી દોડધામ

દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે વહેલી સવારે 4.45 વાગ્યાની આસપાસ વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની 3.7ની તીવ્રતા નોંધાઈ છે. આજે વહેલી સવારે 3.7નો તીવ્રતાનો ભૂકંપ નોંધાયો જેનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિમી દૂર ડેહલી ગામ નજીક રહેવા પામ્યું હતું. ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથેના ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા સામે આવ્યા નથી.

ભૂકંપ આવે તો શું કરવું?

Exit mobile version