
ગુજરાતમાં નવા પાસપોર્ટ માટે પ્રોસેસ કરતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. નવા આદેશ મુજબ, પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસે માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૃષ્ઠભૂમિ (Criminal Background) ની જ ચકાસણી કરવાની રહેશે.
આ પ્રક્રિયા માટે અરજદારને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવવાની, સરનામાની અલગથી ચકાસણી કરવાની કે તેમની સહી લેવાની કોઈ જ જરૂર રહેશે નહીં. માત્ર અપવાદરૂપ કે શંકાસ્પદ કિસ્સામાં જ પોલીસ અરજદારના ઘરે જઈ તપાસ કરશે, પરંતુ તેવા સંજોગોમાં પણ અરજદારને પોલીસ મથકે આવવા મજબૂર કરી શકાશે નહીં.
પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ગુજરાત પોલીસનો મોટો ફેરફાર
પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં
અરજદારોને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવામાં નહીં આવે
પોલીસ માત્ર નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરશે
પાસપોર્ટ માટે સરનામાની અલગથી પોલીસ ચકાસણી નહીં થાય
અરજદારની રૂબરૂ મુલાકાત અને સહી લેવાની પણ જરૂર નહીં
શંકાસ્પદ કેસમાં જ પોલીસ રહેઠાણની મુલાકાત લેશે
અપવાદરૂપ કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવામાં નહીં આવે
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નવા નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો
નાગરિકોને સરળ અને પારદર્શક પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાનો લાભ મળશે
નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.
પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.
