
ભાજપ અધ્યક્ષ નીતિન નબીને સોમવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી. જેમાં 13 ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવ બનાવવામાં આવ્યા.
સ્મૃતિ ઈરાની મહાસચિવ, વસુંધરા રાજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. બીએલ સંતોષ સંગઠન મહામંત્રી બન્યા છે. 7 મહિના પહેલાં ભાજપ અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનની ટીમની રચના પેન્ડિંગ હતી. પાર્ટીએ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ તૈયાર કરી. ટીમમાં યુપીના 6 પદાધિકારીઓ છે.
જ્યારે રાજસ્થાનમાંથી 3, દિલ્હીમાંથી 6, મહારાષ્ટ્રમાંથી 4, ઉત્તરાખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પંજાબ, બંગાળ, કેરળ અને બિહારમાંથી 2-2 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
નીતિન નબીનની ટીમમાં 12 મહિલાઓ
1. વસુંધરા રાજે- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાજસ્થાન
2. ડી પુરંદેશ્વરી- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આંધ્રપ્રદેશ
3. રેખા વર્મા- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ઉત્તર પ્રદેશ
4. વર્ષાબેન દોશી- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ગુજરાત
5. ડો. ભારતી પવાર- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મહારાષ્ટ્ર
6. ડો. મધુચંદ્ર કર- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, બંગાળ
7. સ્મૃતિ ઈરાની- રાષ્ટ્રીય મંત્રી, ઉત્તર પ્રદેશ
8. કવિતા પાટીદાર- રાષ્ટ્રીય મંત્રી, મધ્યપ્રદેશ
9. ફાંગ્નોન કોન્યાક- રાષ્ટ્રીય મંત્રી, નાગાલેન્ડ
10. સંગીતા યાદવ- રાષ્ટ્રીય મંત્રી, ઉત્તર પ્રદેશ
11. રૂપ કુમારી ચૌધરી- મહિલા મોરચા અધ્યક્ષ, છત્તીસગઢ
12. પ્રીતિ ગાંધી- સોશિયલ મીડિયા સહ સંયોજક, મહારાષ્ટ્ર
ગુજરાતમાંથી જગદીશ પટેલ અને વર્ષાબેન દોશીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની સોંપવામાં આવી છે, તો જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી મળી છે. તો હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાંથી કુલ 8 નેતાઓનો સમાવેશ
આ જાહેરાતમાં ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓનો સમાવેશ કરાયો છે, જ્યાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાંથી કુલ 8 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ નીતિન નવીને X પરની એક પોસ્ટમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ટીમના તમામ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.
