
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના ભાવનગરથી નવી ટ્રેનોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ પણ તેમના રાજ્યોમાંથી નવી ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાશે.
રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રેલ્વે મંત્રાલયે ગુજરાતના ભાવનગરથી ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટને જોડતી એક નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. “ટ્રેન નંબર 19201/19202 ભાવનગર-અયોધ્યા કેન્ટ-ભાવનગર એક્સપ્રેસનો હેતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લાંબા અંતરની કનેક્ટિવિટી વધારવાનો છે,”
આજે ભાવનગરથી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ખાસ ટ્રેન લગભગ 28 કલાક 45 મિનિટમાં કુલ 1,552 કિમીનું અંતર કાપશે. આ ટ્રેન વડોદરા, આબુ રોડ, અજમેર, જયપુર, કાનપુર અને લખનૌ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા કેન્ટ પહોંચશે.
ભાવનગરથી 11 ઓગસ્ટ, 2025 થી અને અયોધ્યા કેન્ટથી 12 ઓગસ્ટ, 2025 થી નિયમિત સેવાઓ શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર દોડશે. આ ટ્રેનમાં 22 કોચ હશે જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ, જનરલ ક્લાસ અને પાર્સલ/સામાન વાનનો સમાવેશ થાય છે. સમગ્ર રૂટનું વિદ્યુતીકરણ હશે એટલે કે ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવશે. ટ્રેનનું પ્રાથમિક જાળવણી ભાવનગર ખાતે કરવામાં આવશે.
મધ્યપ્રદેસ અને છત્તીસગઢમાં પણ નવી ટ્રેન શરૂ થઇ રહી છે. જેના કારણે આ બને રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. આમધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ પણ આમાં હાજર રહેશે.
