Site icon Time News

વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી, ભારત ટોપ 10 માંથી બહાર, જાણો ચીનનું રેન્કિંગ

ફોર્બ્સે 2025 માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતને ટોચના 10 દેશોમાંથી બહાર કરી દેવામાંઆવ્યું છે. આ યાદી ઘણા મહત્ત્વપૂર્ણ પરિમાણો પર આધારિત છે પરંતુ ભારત જેવા દેશને બાકાત રાખવાથી જેની વસ્તી વિશાળ છે, ચોથા ક્રમનું સૌથી મોટું સૈન્ય છે અને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ છે ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

ફોર્બ્સના અહેવાલ અનુસાર આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી કોઈપણ દેશના નેતા, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે.

2025 માં વિશ્વના ટોચના 10 શક્તિશાળી દેશો

ભારતની વિશાળ વસ્તી, સૈન્ય તાકાત અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને આ યાદીમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે. ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં ભારતને આ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેનાથી ઘણા નિષ્ણાતો અને જનતામાં પ્રશ્નો ઉભા થયા છે કે ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે.

Exit mobile version