Site icon Time News

‘પરમાણુ ધમકીથી નથી ડરતું નવું ભારત’, 75માં જન્મદિવસે જ PM મોદીની સિંહગર્જના

PM મોદીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અને ‘આઠમા રાષ્ટ્રીય પોષણ માસ’ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. 75મા જન્મદિવસે સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વના વિચારો રજૂ કરતાં તેમણે અનેક નિર્ણાયક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. આ સાથે આજે તેમના જન્મ દિવસે PM મોદીએ મધ્યપ્રદેશથી એક મોટું નિવેદન આપતા કહ્યું કે, નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” આ અભિયાન દેશની માતાઓ અને બહેનો માટે સમર્પિત છે. એકપણ મહિલા કે જે જાણકારી કે સંસાધનના અભાવે સારવારથી વંચિત રહેતી હોય તે સ્વીકાર્ય નથી. આ અભિયાન આરોગ્ય, પોષણ અને જાગૃત્તિ દ્વારા નારીને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે.જનસભામાં વડાપ્રધાને ભારતના સુરક્ષા પરાક્રમ અંગે વાત કરતાં કહ્યું, નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. તેમણે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જે આતંકવાદીઓએ ભારતની બહેનોના સિંદૂર ઉજાળ્યા તેમના ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. આપણા જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. આ સાથે જ તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, નવું ભારત શાંતિમાં વિશ્વાસ રાખે છે, પણ દેશની સુરક્ષા માટે પ્રતિપળ તત્પર છે.

વડાપ્રધાને મહર્ષિ દધિચિના ત્યાગનું સ્મરણ કરતાં જણાવ્યું કે, આજનું ભારત તેમના જેવા યોગદાનોમાંથી પ્રેરણા લે છે અને મા ભારતીની રક્ષા દરેક નાગરિકની પ્રથમ જવાબદારી માનશે. તેમણે કહ્યું કે, ભારતીય જવાનોએ પળવારમાં દુશ્મનને ઘૂંટણિયે પાડી દીધા.

ધાર ખાતે વડાપ્રધાને ભારતના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો. તેમણે કહ્યું કે, આ અભૂતપૂર્વ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે અને યુવાનો માટે હજારો રોજગારના દરવાજા ખુલશે. આ સાથે તેમણે કહ્યું કે, વિશ્વકર્મા જયંતિએ શરૂ થયેલ આ યાત્રા ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ઊર્જા લાવશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને નવો વેગ મળશે.

Exit mobile version