
આજે પણ પુલવામા હુમલાની યાદ દેશના દરેક નાગરિકની આંખોને ભીની કરી દે છે. 14 ફેબ્રુઆરી 2019નો તે કાળો દિવસ માત્ર આતંકી હુમલો નહોતો, પરંતુ દેશની આત્મા પર થયેલો ઘા હતો, જેમાં 40થી વધુ જવાનોએ દેશ માટે પોતાના પ્રાણો ન્યોછાવર કર્યા હતા.
હવે આ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતા આતંકવાદી હમઝા બુરહાનના મોતના સમાચાર સામે આવતા ફરી એકવાર પુલવામાની કરુણ યાદો તાજી થઈ ગઈ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરે તેને ગોળી મારી દેતા તેનું મોત થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.2019ના પુલવામા હુમલાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરમાં CRPFના જવાનોના કાફલા પર આતંકવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો. વિસ્ફોટકોથી ભરેલી ગાડી કાફલા સાથે અથડાવતા ભયંકર વિસ્ફોટ થયો હતો, જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં દુઃખ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. દેશભરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હવે આ હુમલાના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા આતંકવાદી હમઝા બુરહાનના મોતના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં તેની ઓફિસમાં બેઠેલા સમયે એક અજાણ્યા વ્યક્તિએ તેના પર ગોળીબાર કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ હુમલો કોણે કર્યો અને પાછળ કોનો હાથ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
હમઝા બુરહાન માત્ર પુલવામા હુમલામાં જ નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં તે પોતાને શિક્ષક તરીકે રજૂ કરતો હતો, પરંતુ અંદરખાને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલો હતો. અહેવાલો મુજબ તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિસ્તારમાં આતંકવાદીઓને તાલીમ આપતો હતો અને સરહદ પાર ઘૂસણખોરીમાં પણ મદદ કરતો હતો. સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.
શહીદ થયેલા જવાનોના પરિવાર માટે તે દિવસ આજે પણ એક ન ભરાઈ શકેલો ઘા સમાન છે. હમઝા બુરહાનના મોતના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આતંકવાદનો અંત આવવો જ જોઈએ અને નિર્દોષ લોકોના લોહીનો હિસાબ એક દિવસ જરૂર મળે છે. દેશ આજે પણ પોતાના શહીદોને સલામ કરે છે અને પુલવામા હુમલાના તે દુઃખદ દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. આતંકવાદ સામેની લડાઈ હજુ પણ ચાલુ છે અને દેશના જવાનો સતત સરહદ પર દેશની સુરક્ષા માટે તૈનાત છે. જેથી આપણે આપણા ઘરે સુરક્ષિત રહી શકાય
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://આવતીકાલથી 4 દિવસ માટે કાલુપુર બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક રૂટ
