Site icon Time News

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે FIR, યૌન શોષણ કેસમાં પ્રયાગરાજ કોર્ટનો આદેશ”

Oplus_131072

અવિમુક્તેશ્વરાનંદને પ્રયાગરાજ કોર્ટ તરફથી મોટો ઝટકો પડ્યો છે. અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ કરાયો છે. યૌનશોષણના કેસમાં ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. આશુતોષ બ્રહ્મચારીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે જાતીય શોષણના આરોપો અંગે પ્રયાગરાજમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બળાત્કાર અને પોક્સો સ્પેશિયલ કોર્ટે મોટો આદેશ જારી કર્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિનોદ કુમાર ચૌરસિયાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરી સામે ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પોલીસને કેસ નોંધવા અને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશ બાદ હવે ઝુંસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવશે. શકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે ભારતીય દંડ સંહિતાની કલમ 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં ફરિયાદ નોંધવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ૧૩ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં આરોપો લગાવનારા બે સગીરોના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં વીડિયોગ્રાફી પણ સામેલ હતી. કોર્ટે પોલીસ રિપોર્ટની પણ નોંધ લીધી હતી અને સુનાવણી બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટના આદેશના આધારે હવે કેસમાં આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો હતો કે તેમણે કથિત ઘટનાઓ ધરાવતી સીડી કોર્ટમાં રજૂ કરી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ નીકળશે મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા, સરકારનું 10 લાખનું યોગદાન

Exit mobile version