Site icon Time News

PM Modi: PM મોદી 120મી વખત કરી રહ્યા છે ‘મન કી બાત’, દેશવાસીઓને શુભકામના આપી શરૂઆત

PM મોદી 120મી વખત કરી રહ્યા છે ‘મન કી બાત’, દેશવાસીઓને શુભકામના આપી શરૂઆતત કાર્યક્રમના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમના 120મા એપિસોડમાં દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, આજે ખૂબ જ શુભ દિવસે મને તમારી સાથે ‘મન કી બાત’ શેર કરવાની તક મળી છે. આજે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યો છે.

PM મોદીએ કહ્યું, આજે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં ઉગાદીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આસામમાં ‘રોંગાળી બિહુ’, બંગાળમાં ‘પોઇલા વૈશાખ’, કાશ્મીરમાં ‘નવરેહ’ આપણા વૈવિધ્યસભર દેશના વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવશે. 13 થી 15 એપ્રિલ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તહેવારોની જબરદસ્ત ઉજવણી થશે. આ અંગે ઉત્સાહનો માહોલ છે અને ઈદનો તહેવાર પણ આવી રહ્યો છે. એનો અર્થ એ કે, આ આખો મહિનો તહેવારો અને ઉજવણીઓથી ભરેલો રહે છે. હું આ તહેવારો પર દેશના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

આ પણ વાંચો, Hardik Pandya: હાર્દિક પંડ્યાને બેવડો માર, પહેલા હાર હવે BCCI એ ઠોક્યો લાખોનો દંડ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version