
કેન્દ્ર સરકારે ઈંધણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની એક્સપોર્ટ ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 11 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ગેઝેટ મુજબ આ ફેરફારોનો મુખ્ય હેતુ સ્થાનિક બજારમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવાનો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નીતિમાં સંતુલન લાવવાનો છે. છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની માંગ અને કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલું લઈ રહી છે.
નવી જોગવાઈ મુજબ ડીઝલ પરની નિકાસ ડ્યુટીમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. પહેલાં 21.5 રૂપિયા પ્રતિ લિટર રહેલી ડ્યુટી હવે વધારીને 55.5 રૂપિય પ્રતિ લિટર કરવામાં આવી છે. જે રિફાઈનરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બદલાવ માનવામાં આવે છે. તેવી જ રીતે વિમાનમાં ઈંધણ તરીકે ઓળખાતું ATFમાં પણ આ ફેરફાર કરવાં આવ્યો છે. ATF પરનો નિકાસ વેરો 29.5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 42 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ બંને વધારાઓથી સ્પષ્ટ થાય છે કે સરકાર દેશની અંદર ઈંધણ પુરવઠો વધુ મજબૂત બનાવવા માગે છે.
જોકે પેટ્રોલના મામલે સરકારે કોઈ ફેરફાર કર્યો નથી. પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી અગાઉની જેમ જ શૂન્ય રાખવામાં આવી છે. જે ગ્રાહકો અને ઉદ્યોગ માટે રાહતરૂપ માનવામાં આવે છે. આ નિર્ણયથી પેટ્રોલના ભાવ પર તાત્કાલિક કોઈ દબાણ આવવાની શક્યતા ઓછી છે.
આ નવા દરો તરત જ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેના કારણે ઈંધણ નિકાસ કરતા રિફાઈનર્સ પર તેની સીધી અસર પડશે. છતાં, સરકારના આ પગલાથી દેશના આંતરિક બજારમાં ઈંધણની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે અને ભાવમાં અસ્થિરતા ઘટાડવામાં પણ સહાય મળી શકે છે.
કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારા ખુલાસા! 😳
ગંભીર આક્ષેપોએ રાજકારણમાં મચાવ્યો ખળભળાટ… https://www.instagram.com/reel/DXB0yBojjVN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== શું છે આ આખી હકીકત? કોણ છે પાછળ?
👉 સત્ય જાણવા માટે આ વીડિયો જરૂર જુઓ!
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ: વેન્સે કહ્યું ઈરાનનો યુએસની શરતો સ્વીકારવાનો ઈનકાર, અમે ફરી રહ્યા છીએ પરત
