
મહારાષ્ટ્રના નાગપુરમાં વિસ્ફોટક બનાવતી એક મોટી કંપનીમાં ધડાકાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ભયાનક ધડાકાથી ભીષણ આગ લાગી છે. નાગપુર જિલ્લાના કાટોલ તાલુકામાં રાઉલગાંવ પાસે ગનપાઉડર, ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક બનાવતી એક કંપનીમાં મોટો ધડાકો થયો છે. આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ મજૂરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ મોટા ધડાકા બાદ કારખાનામાં ભયાનક આગ લાગી ગઈ છે, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ધડાકો SBL કંપનીમાં સવારે 6 અને 7 વાગ્યાની વચ્ચે થયો હતો. ધડાકા સમયે 32 વર્કર્સ અને 2 સુપરવાઈઝર ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે તેણે તરત જ મજૂરોને લપેટમાં લઈ લીધા હતા. આ ફેક્ટરીમાં ડિટોનેટર બનાવવામાં આવી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે વાયરને ડિટોનેટર સાથે જોડવામાં આવી રહ્યો હતો ત્યારે આ ધડાકો થયો હતો.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:આજે સોમવાર, આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ ફળદાયી
