Site icon Time News

 વિવાદોના અંતે રાજકોટના જંગલેશ્વરમાં મનપાનું ‘ઓપરેશન ડિમોલિશન’, 1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત

રાજકોટમાં હાલ મોટાપાયે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. વાસ્તવમાં રાજકોટ શહેરમાં આજે એક ઐતિહાસિક કાર્યવાહી શરૂ થઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી શહેરના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે.

આજી નદીના કાંઠે વર્ષોથી ઉભા રહેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવા તંત્રએ અંતિમ નિર્ણય લીધો છે. અંદાજે 1400થી વધુ મકાનો પર બુલડોઝર ફરશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ આશરે 93 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખાલી થશે. મનપાએ સમગ્ર વિસ્તારમાં 7 ઝોન બનાવી અલગ-અલગ ટીમો તૈનાત કરી છે, જેથી કામગીરી ઝડપથી અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.

ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ લાઠી અને હથિયાર સાથે ખડેપગે છે. જરૂર પડે તો લાઠીચાર્જ કે અન્ય પગલાં માટે મેજિસ્ટ્રેટની નિમણૂક પણ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર નજર રાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાય તે માટે પણ ખાસ ટીમ સક્રિય છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:હોળાષ્ટકથી લઇ હોળિકા દહન સુધી… જાણો આ 8 દિવસ શું કરવુ શું ના કરવું ?

Exit mobile version