Site icon Time News

અમદાવાદ જીવલેણ રોગચાળાનું ‘ઘર’ બન્યું! શહેરમાં છેલ્લા 23 દિવસના આંકડા જાણી આંખો ફાટી જશે, આ 3 વિસ્તારોમાં ચિંતાજનક કેસ!

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભારે માથું ઊંચક્યું છે, જેના કારણે શહેરીજનો મોટા પ્રમાણમાં બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા અને લાંભા જેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે ઘરોમાં તાવ અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. 

ચાલુ માસના માત્ર 23 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો, શહેરમાં ડેન્ગ્યુના 147 કેસ, ઝાડા-ઉલ્ટીના 273, ટાઇફોઇડના 153, સાદા મલેરિયાના 76, કમળાના 52, ઝેરી મલેરિયાના 14 અને ચિકનગુનિયાના 03 કેસ નોંધાઈ ચૂક્યા છે. સતત વધી રહેલા આ આંકડાઓએ આરોગ્ય વિભાગ અને સ્થાનિક રહીશોની ચિંતા વધારી દીધી છે. પાણીજન્ય રોગચાળામાં ચાલુ માસના માત્ર 23 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો રોગચાળાની ગંભીરતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. 

દૂષિત પાણી અને મચ્છરોના કારણે થતા રોગોનું પ્રમાણ ભયાનક સ્તરે 
શહેરમાં 23 દિવસમાં ઝાડા-ઉલ્ટીના સૌથી વધુ 273 અને ટાઇફોઇડના 153 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના 147, સાદા મલેરિયાના 76 અને કમળાના 52 કેસ પ્રકાશમાં આવ્યા છે. એટલું જ નહીં, ઝેરી મલેરિયાના 14 અને ચિકનગુનિયાના 3 કન્ફર્મ કેસ નોંધાતા દૂષિત પાણી અને મચ્છરોના કારણે થતા રોગોનું પ્રમાણ ભયાનક સ્તરે પહોંચ્યું છે.

Exit mobile version