
અમદાવાદ શહેર સહિત રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. દિવસે ઉંચું તાપમાન અને રાત્રે ઠંડુંગાર થઈ જતાં લોકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં બેવડી ઋતુએ રોગચાળો વધાર્યો છે. અમદાવાદની પ્રખ્યાત સોલા સિવિલ હોસ્પિટલમાં સપ્તાહ દરમિયાન ઓપીડી 12 હજારથી વધુ દર્દીઓની સંખ્યા નોંધાઇ છે. જેમાંથી 4 હજાર દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે.
અમદાવાદમાં બેવડી ઋતુના લીધે વકરેલા રોગચાળામાં હાલ વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દી એડમિટ કરાયા છે. બાળકોની ઓપીડી 100થી વધુ નોંધાઈ છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સપ્તાહ દરમિયાન 12 હજારથી વધુ ઓપીડી અને 4 હજાર દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડતાં તંત્ર સજાગ બન્યું છે. સોલા સિવલ દર્દીઓથી ઉભરાયું હતું.
