
અમેરિકા વધુ ગેરકાયદે ભરતીઓને પરત મોકલવાની તૈયારીઓ કરી ચૂક્યું છે. આ 15 અને 16 તારીખે ઇમિગ્રન્ટ્સ ભારત આવશે. ત્રીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ અમૃતસર એરપોર્ટ પહોંચશે. આ ભારતીયોમાં 19 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
119 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા ડિપોટ કરવા તૈયારી કરી ચૂક્યું છે. ત્યારે આ 119 ભારતીયો કુલ 2 ફ્લાઇટમાં ભારત આવશે. આ પહેલા એક ફ્લાઇટ આવી ચૂકી છે ત્યારે આવતીકાલે 15 અને 16 તારીખે વધુ 2 ફ્લાઇટ્સ આવશે. આમ 3 જી ફ્લાઇટ 16 ફેબ્રુઆરી એ આવશે. આ 119 ભારતીયોમાં 19 ગુજરાતીઓનો સમાવેશ થાય છે જે લોકો અમૃતસર એરપોર્ટ ઉતરશે.
આવતીકાલે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ ગેરકાયદેસર NRI ને લઈને પહેલી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. અગાઉ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને આવેલી અમેરિકન ફ્લાઇટમાં 104 લોકો સવાર હતા. આ ફ્લાઇટ પણ અમૃતસરમાં ઉતરી હતી. મોટાભાગના ગેરકાયદેસર ભારતીય સ્થળાંતર કરનારાઓ પંજાબ, હરિયાણા અને ગુજરાતના હતા. ત્યારે આ વખતે 119 ગેરકાયદે ભારતીયો વતન પરત ફરશે જેમાં 19 ગુજરાતી મુસાફરોનો સમાવેશ થાય છે.આ અંગે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે NRI પર હાથકડી અને બેડીઓથી બાંધેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી. એસ જયશંકરે પોતે સંસદમાં કહ્યું હતું કે આ પ્રક્રિયા નવી નથી. અમેરિકા ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરતું રહ્યું છે.
