Site icon Time News

ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ

ચોમાસાની વિદાય હવે રાજ્યમાંથી શરુ થઈ છે. ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. જોકે, ચોમાસાની વિદાય વચ્ચે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ તબક્કાવાર ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધશે. ચોમાસાની વિદાયની શરૂઆત થતાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. ચોમાસાની વિદાય શરૂ થઈ હોવા છતાં રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં સિઝનનો 25.48 ઈંચ વરસાદ

ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 25.48 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, આ વરસાદ સામાન્ય વરસાદની સરખામણીએ હજુ પણ 8 ટકા ઓછો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો વરસાદ સામાન્ય કરતાં 21 ટકા ઓછો નોંધાયો છે. ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે આ વિસ્તારોમાં આગામી દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો બની શકે છે.

ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં સિઝનના સામાન્ય વરસાદની સરખામણીએ અત્યાર સુધીમાં 57.60 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા અને મધ્ય ગુજરાતમાં 89.68 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 71.29 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 114.23 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાંથી ચોમાસાની તબક્કાવાર વિદાય શરૂ થઈ રહી છે ત્યારે આગામી સાત દિવસ દરમિયાન થનારો વરસાદ ખેતી માટે મહત્વનો બની શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ હોવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પડનારા વરસાદ પર ખેડૂતોની નજર રહેશે. 

Exit mobile version