
કિસાન સન્માન નિધિના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોની પ્રતિક્ષા પૂરી થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જારી કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ 20મા હપ્તા હેઠળ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 20,500 કરોડ ટ્રાન્સફર કર્યાં હતા.
પીએમ મોદીએ 20મો હપ્તો બહાર પાડતાં 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રુપિયા આવ્યાં હતા.
ભારત સરકાર નાગરિકોના લાભ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આવી યોજનાઓ અંતર્ગત જુદા-જુદા વર્ગોના લોકોને લાભ મળે એવા કામ કારવામાં આવે છે. જેમાંથી એક છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવાતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજનાનો લાભ માત્ર ખેડૂતોને જ મળે છે.
યાદીમાં નામ કેવી રીતે ચકાસવું?
- લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસવા માટે આ પ્રક્રિયાને અનુસરો.
- સૌ પ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
- આ પછી “ફાર્મર કોર્નર” પર જાઓ.
- અહીં તમને “લાભાર્થી સ્થિતિ” નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
- પછી તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
- આ પછી તમારો આધાર નંબર અને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર દાખલ કરો.
- આ પછી “રિપોર્ટ મેળવો” ના વિકલ્પ પર ક્લિક કરો.
- ક્લિક કરતાની સાથે જ તમે તમારી સ્થિતિ ચકાસી શકો છો.
આ પણ વાંચો, અમદાવાદીઓ ચેતી જજો! હવે જાહેરમાં થૂંક્યા તો દંડાવા તૈયાર રહેજો, જેલ પણ!
