Site icon Time News

‘આપણા સમાજની વ્યક્તિ ઘોડે ચડે તો તલવાર લઈને નીકળે છે’: આવતા સમૂહલગ્નમાં 11 હાથી પર વરઘોડિયાને બેસાડીશું, અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનું નિવેદન

રાજ્યમાં દલિતોને ઘોડા પર બેસવા સામે થઈ રહેલા અત્યાચારને લઈ હવે દલિત સમાજ પણ જાગૃત થઈ ગયો છે. તેમાં પણ અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે ગામડાંઓમાં પણ મુદ્દે જવા માટે તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે, અમે પણ માણસ છીએ,તમે ઘોડે ચઢો તો અમારે નહીં ચઢવાનું? કોઈને ચેલેન્જ નથી આપતો, હું કોઈ સમાજના વિરુદ્ધમાં પણ નથી. આવતા સમૂહ લગ્નમાં 11 હાથી પર વરઘોડિયાને બેસાડીશું.

તાજેતરમાં અમદાવાદ શહેરના બાપુનગરમાં ભીમરાવ વાચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ(BVCT) યોજાયેલા સમૂહ લગ્નમાં શહેરના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેતન પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલે સ્ટેજ પરથી ભાષણ આપ્યું હતું.જેમાં તેમણે ઘોડીએ ચઢવાના થઈ રહેલા વિરોધનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આપણે કોઈ સમાજ વિરુદ્ધ બોલવા નથી માંગતા પણ યાર અમે પણ માણસ છીએ, તમે ઘોડે ચઢો તો અમારે નહીં ચઢવાનું?.

તમે થોડા સમય પહેલાં એક ગામનો વીડિયો જોયો હશે. આપણે કોઈ સમાજને નથી કહેતા પણ અમુક વ્યક્તિ આપણા સમાજની વ્યક્તિ ઘોડા પર ચડે તો એ તલવાર લઈને નીકળી જાય છે. અરે યાર… ઘોડો તેનો, શૂટ તેનો, બેન્ડવાજાના પૈસા એના તો તને શું તકલીફ પડે છે. આપણે કોઈને ચેલેન્જ નથી આપતા, આવો BVCTના 11 વરઘોડિયાને રોકીને જોઈ લો. પરંતુ તમારે શું કામ એ બધું કરવું છે. એ એની રીતે લગ્ન કરે, તું તારી રીતે કર, તું 10 ઘોડા ગાવને… કોણ રોકે છે?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો, PM મોદીએ કહ્યું-આગામી પેઢી માટે યોગ્ય AI છોડવું જરુરી:કેટલાક લોકોને AIમાં ભય દેખાય છે, કેટલાકને ભાગ્ય અને ભવિષ્ય

Exit mobile version