Site icon Time News

Union Cabinet meeting: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે લીધા આ 5 મોટા નિર્ણય, જાણો કોને, કેટલો લાભ?

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં 5 મોટા નિર્ણય લેવાયાં હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની વિશે જાણકારી આપી હતી.

14 મેના રોજ યોજાયેલી છેલ્લી કેબિનેટ બેઠકમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ઉત્તર પ્રદેશના યીડા વિસ્તારમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 3,700 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી હતી, જેવર એરપોર્ટ અંગે પણ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, આ સાથે, મોબાઇલ, લેપટોપ, ઓટોમોબાઇલ અને અન્ય ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા ડ્રાઇવર ચિપ્સ બનાવવા અંગે પણ ઘણા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી. તે બેઠકનો ઉદ્દેશ્ય ‘આત્મનિર્ભર ભારત’ ના સ્વપ્નને સાકાર કરવાનો હતો.

7 મેના રોજ, વડા પ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સુધારેલી શક્તિ નીતિ હેઠળ કોલસા જોડાણ પૂરું પાડવાની મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, PM મોદીએ ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, આપણે આપણી મોટાભાગની જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર રહ્યા છીએ. પરંતુ આ વસ્તુઓ હવે દેશમાં જ ઉપલબ્ધ છે. આપણને જોઈતી 90% થી વધુ વસ્તુઓ અને સારી વસ્તુઓ દેશમાં જ ઉપલબ્ધ છે. આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો, Gram Panchayat elections: ગુજરાતમાં 22 જૂને 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી, 25 જૂને પરિણામ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version