
પીએમ મોદી પોતાની 6 દિવસીય યાત્રાના અંતિમ ચરણમાં ન્યુઝીલેન્ડ પહોંચી ગયા છે. 40 વર્ષ પછી કોઈ ભારતીય પીએમની આ ન્યુઝીલેન્ડ યાત્રા છે. આ પહેલા 1986માં દિવંગત રાજીવ ગાંધી ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયા હતા.
પીએમના પ્રવાસની શરૂઆત ન્યુઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાતચીતથી થશે. આ દરમિયાન બંને દેશ FTA કરારને ફાઈનલ કરશે. સાથે જ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને પછી એક સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે.
આ પછી પીએમ ઓકલેન્ડમાં 40 હજાર ભારતીયોને પણ સંબોધન કરશે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયે ‘કિયા ઓરા મોદી’ કાર્યક્રમનું આયોજન કર્યું છે.પીએમ મોદી પોતાની 6 દિવસીય યાત્રાના અંતિમ ચરણમાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા છે.
પીએમ મોદીએ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર રહ્યા.
MCG માં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL) એટલે કે ટી-20 લીગની ઓપનિંગ મેચ આ વર્ષે 12 ડિસેમ્બરે ચેન્નઈમાં રમાશે. આ પહેલીવાર બનશે જ્યારે કોઈ વિદેશી ક્રિકેટ લીગની મેચ ભારતમાં રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી મોદી મેલબર્નથી ન્યુઝીલેન્ડ જવા રવાના થયા છે.
