Site icon Time News

Ahmedabad: શહેર અને જીલ્લામાં 8 સ્થળો પર મોકડ્રીલ, 8:30 થી 9:00 દરમિયાન બ્લેકઆઉટ

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત જિલ્લાનાં 8 સ્થળો પર સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પીરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જી.આઈ.ડી.સી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા(કોઠ) મંદિર, સાણંદ જી.આઈ.ડી.સીમાં આવેલ ટાટા પ્લાન્ટ તથા થલતેજના પેલેડિયમ મોલ ખાતે બપોરે 4.00 થી 08:15 દરમિયાન આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવશે. અમદાવાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બ્લેકઆઉટનો સમય રાત્રિના 8.30થી 9.00 રહેશે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 8 સ્થળે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં બે સ્થળ પર મોકડ્રીલ યોજાશે. પલેડીયમ મોલ, વટવા GIDCમાં મોકડ્રીલ થશે. ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેંક ફાર્મ, પાવરગ્રીડ પીરાણામાં મોકડ્રીલ થશે તેમજ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુરા કોઠ મંદિર, સાણંદ GIDC ટાટા પ્લાન્ટમાં મોકડ્રીલ થશે તેમજ શહેરીજનો સ્વૈચ્છિક રીતે મોકડ્રીલમાં ભાગ લેશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ 8 સ્થળોએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલના યોગ્ય આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તેમજ તમામ વિભાગો સાથે સંકલન કરીને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 7મી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ 18 જિલ્લાઓમાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ જુદાં જુદાં 10 સ્થળોએ મોકડ્રીલ યોજાશે.

આ પણ વાંચો, Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના નામથી GCAને ઇ-મેલ મળ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version